આધારકાર્ડનો ડેટા હવે સુરક્ષિત, 1 જૂનથી વર્ચ્યુઅલ IDથી થશે વેરિફિકેશન

નવી દિલ્હીઃ આધારકાર્ડને લઇ સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. આધાર ડેટાની સુરક્ષાને લઇ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ બુધવારે વર્ચ્યુઅલ આઇડી મામલે એક નવી સિસ્ટમની જાહેરાત કરી છે. તેને કોઇ પણ આધાર હોલ્ડર UIDAIની વેબસાઇટથી જનરેટ કરી શકે છે.

16 આંકડાની એક નવી વર્ચ્યુઅલ આઇડીનો ઉપયોગ સિમ વેરિફિકેશન સહિત અનેક યોજનાઓમાં KYC તરીકે થશે. હવે ઓળખ માટે 12 આંકડાનાં આધારની જગ્યાએ 16 આંકડાની એક નવી વર્ચ્યુઅલ આઇડીનો ઉપયોગ કરવામાં આવશે. દરેક એજન્સીઓ 1લી જૂનથી આ આઇડીની મદદથી યુઝર્સ વેરિફિકેશન કરશે એટલે કે આ સિસ્ટમને અપનાવી લેશે.

ઉલ્લેખનીય છે કે UIDAIની નવી સિસ્ટમ શરૂ થયા બાદ યુઝર્સને વેરિફિકેશન માટે પોતાનો આધાર નંબર સર્વિસ પ્રોવાઇડરને હવે શેર નહીં કરવો પડે. પરંતુ તેનાં બદલે વર્ચ્યુઅલ આઇડીથી જ હવે કામ થઇ જશે.

UIDAIની આ પહેલની અસર એ હશે કે આનાંથી તે એજન્સી બહાર થઇ જશે કે જે આધાર નંબર સ્ટોરેજ રાખે છે. દરેક એજન્સીએ આ નવી વ્યવસ્થાને 1લી જૂન 2018 સુધી લાગુ કરવી પડશે.

વર્ચ્યુઅલ આઇડી કેવી રીતે થશે જનરેટ?
16 આંકડાનાં વર્ચ્યુઅલ આઇડીનાં આધારથી તે મેચ થશે. તેને UIDAIની વેબસાઇટથી જનરેટ કરી શકાશે. નવી વર્ચ્યુઅલ આઇડી જનરેટ થયા બાદ જૂની આપમેળે જ કેન્સલ થઇ જશે. તેમજ આધાર હોલ્ડર તેને અનેક વખત જનરેટ કરી શકે છે.

You might also like