બાળકો પેદા કરવા માટે ફરજિયાત હોવો જોઇશે આધાર નંબર

પટના: બિહારમાં હવે નવા બાળકોને જન્મ આપનાર માતા પિતામાંથી કોઇ એક પાસે યૂનિક આઇડી નંબર એટલે કે આધાર કાર્ડ હોવું જરૂરી બનાવી દીધું છે. આ નિયમ બાળકોને દત્તક લેનાર દંપત્તિઓ પર લાગૂ થશે. બાળકોના જન્મ બાદ જાહેર થનાર બર્થ સર્ટિફિકેટના ખાનામાં પણ તેની જાણકારી અંકિત કરવામાં આવશે. પ્રદેશ કેબિનેટે બુધવારે આ અંગે પ્રસ્તાવ પાસ કરી દીધો છે. જેને યોજના અને વિકાસ વિભાગમાં આંકડા નિયામકને મોકલવામાં આવશે.

ટાઇમ્સ ઓફ ઇન્ડીયના સમાચાર અનુસાર કેબિનેટ સચિવાલયના સંયુક્ત સચિવ ઉપેન્દ્ર નારાયણ પાંડેયે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ઇ ગર્વનેંસ પ્રોજેક્ટ હેઠળ દરેક નાગરિક માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. કેબિનેટની બેઠકમાં તેના પર ચર્ચા થઇ જેમાં કુલ 28 એજન્ડા પર સહમતિ બની.

નારાયન પાંડેયએ જણાવ્યું કે યૂઆઇડી નંબરમાં નોંધાયેલી જાણકારી રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરમાં નોંધવામાં આવે છે. એવામાં હવે નવા માતા પિતા બનનારાઓ માટે આ નિયમ જરૂરી કરી દેવામાં આવ્યો છે કે તેમની પાસે યૂઆઇડી નંબર હોય. તેના હેઠળ પ્રત્યેક માતા પિતાને અથવા તેમાંથી કોઇ એકને સંતાનને જન્મ આપતાં પહેલાં યૂઆઇડી નંબર જરૂર લેવો પડશે. જે દંપત્તિ બાળક દત્તક લેવા માંગે છે તેમની પાસે પણ યૂઆઇડી નંબર હોવો જરૂરી કરી દીધો છે.

You might also like