યુગાંડા-કંપાલામાં વસતાં ગુજરાતીઓની ચિંતા વ્યક્ત કરતા ભરતસિંહ સોલંકી

ગાંધીનગર: આફ્રિકાના યુગાડાં અને કંપાલામાં રાજકીય અસ્થિરતા અને હિંસાના પગલે ત્યાં વસવાટ કરતાં ગુજરાતીઓ અને ભારતીયોની સલામતી અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને પત્ર લખીને તાકીદે યોગ્ય પગલાં લેવા માટે જણાવ્યું હતું. આફ્રિકાના યુગાડાં અને કંપાલામાં ઊભી થયેલી રાજકીય અસ્થિરતા લીધે  હિંસા ફાટી નીકળી છે. જેના કારણે ધંધો-રોજગાર અર્થે ગયેલા તેમજ સ્થાયી થયેલા ભારતીયોની તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓની સલામતી માટે યોગ્ય પગલાં લેવામાં આવે તે માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજને પત્ર પાઠવ્યો છે.

આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે આફ્રિકાના યુગાડાં અને કંપાલામાં ઉદ્ભવેલી રાજકીય અસ્થિરતાના પગલે હિંસા ફાટી નીકળી છે. જેના કારણે હજારો ભારતીય પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પ૦૦૦થી વધુ ગુજરાતીઓ જેમાં આણંદ પંથકના જ રપ૦૦ જેટલા નાગરિકોનો સમાવેશ થાય છે. આફ્રિકાના યુગાડાં અને કંપાલામાં ગુજરાત અને ભારતના અનેક લોકો વસવાટ કરે છે. આ લોકોના ગુજરાત અને ભારતમાં રહેતા પરિવારજનોમાં િંચંતાના વાદળો છવાઈ ગયા છે. આથી આપને ધ્યાન દોરવાનું કે છેલ્લાં કેટલાક મહિનાઓમાં વિદેશમાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ ઉપર જીવલેણ હુમલાઓના બનાવોમાં વધારો થયો છે. જેમાં ૧૦થી વધુ ગુજરાતીઓના મોત નીપજ્યા છે. આથી આપને યુગાડાં અને કંપાલામાં વસતા ભારતીયો-ગુજરાતીઓની  સલામતી માટે આપના દ્વારા સઘન પગલાં ભરવામાં આવે તેવી અપેક્ષા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

You might also like