યુગાન્ડામાં સોશિયલ મીડિયા વાપરવા પર લાદવામાં આવ્યો રોજનો સાડા ત્રણ રૂપિયાનો ટેક્સ

પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડામાં તાજેતરમાં નવતર ટેક્સ લાદવામાં આવ્યો છે અને એ માટે લોકોમાં જબરો ગુસ્સો ફાટ્યો છે. આ ટેક્સ છે તેમના સોશિયલ મીડિયાના યુઝ પરનો. મતલબ કે જો આ દેશમાં કોઇએ ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ કે એવી કોઇ પણ સોશિયલ મીડિયા વેબસાઇટનો ઉપયોગ કરવો હોય તો એ માટે એકસ્ટ્રા ટેક્સ ભરવો પડશે. માર્ચ મહિનામાં યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ પહેલી વાર ફેસબુક જેવી વેબસાઇટ પર ઓનલાઇન ગોસિપ કરનારાઓ માટે ટેક્સ હોવો જોઇએ એવી ડિમાન્ડ કરેલી.

સ્થાનિક સરકારનું માનવું છે કે સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ્સ પર ટેક્સ લાદવામાં આવે તો દેશ જરૂરી રેવન્યૂ જનરેટ થાય અને બીજા દેશો પાસેથી પૈસા લેવાનું ઘટી શકે છે. માત્ર સોશિયલ મીડિયાના યુઝર્સ પાસેથી જ ટેક્સ લેવામાં આવશે. એક દિવસનો ટેક્સ ર૦૦ યુગાન્ડા શિલિંગ એટલે કે લગભગ સાડા ત્રણ રૂપિયા જેટલો થાય. આ ગણતરી પ્રમાણે મહિને લગભગ રૂ.૧૧૦નો ટેક્સ ભરવો પડશે.

You might also like