ઉદ્ધવએ કર્યો મોદી – શાહ પર પ્રહાર : ગુજરાતનાં તોફાનો બાદ શિવસેનાએ આપ્યો સાથ

મુંબઇ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર નિશાન સાંધતા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આગામી ચૂંટણી મિત્રતાભર્યો મુકાબલો રહેશે નહીં. ભાજપે એક એવો કટ્ટર સમર્થક ગુમાવ્યો જેણે ગુજરાત રમખાણો બાદ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું હતું.

તેમણે મુંબઈમાં પોતાની પહેલી BMC ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે ભાજપના અધ્યક્ષે કહ્યું છે કે આ એક મિત્રતાભર્યો મુકાબલો છે જ્યારે રાજ્યના નેતાઓએ તેને કૌરવો અને પાંડવો વચ્ચેનું મહાભારત ગણાવ્યું છે.

ઉદ્ધવે કહ્યું કે હું અમિત શાહને જણાવવા માંગુ છું કે આ કોઈ મિત્રતાભર્યો મુકાબલો નથી. તમે એક એવો કટ્ટર સમર્થક ગુમાવ્યો જેણે હંમેશા તમારુ સમર્થન કર્યું છે. આ સમર્થકે ગુજરાતના રમખાણો વખતે જ્યારે બધા મોદીની વિરુદ્ધમાં હતાં ત્યારે મોદીનું સમર્થન કર્યુ હતું.

You might also like