શહીદ ઉધમસિંહની રિવોલ્વર-ડાયરી આપવા બ્રિટનનો ઈનકાર

ચંડીગઢ: બ્રિટિશ સરકારે શહીદ ઉધમસિંહની રિવોલ્વર અને ડાયરી, કોબલર ચપ્પુ તેમજ અન્ય સામાન ભારતને પરત નહિં આપવા જણાવ્યું છે. બ્રિટિશ સરકારે જણાવ્યું કે આ તમામ ચીજો પુરાવા હોવાથી તે પરત આપી શકાય તેમ નથી. આવી માહિતી આરટીઆઈ હેઠળ માગવામાં આવેલી વિગતો પરથી જાણવા મળી છે. આવી માહિતી કરણવીર શંટી થામને માગી હતી.

પંજાબ સરકારને આ સમાન તે પરત આપી નહિ શકે કારણ ઉધમસિંહ સામેનો કેસમાં તમામ ચીજો િમલકતના પુરાવા તરીકે રજૂ કરાઈ છે. સરકારનો નિયમ છે કે ચીજો પુરાવા તરીકે રજૂ કરાઈ હોય તે પરત આપી ન શકાય. આરટીઆઈમાં મળેલી માહિતી બાદ અેડવોકેટ અેચ.સી. અરોરા અને કરણવીર શંટી થામન હવે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી આ કેસમાં હાઈકોર્ટમાં અેવી માગણી કરશે કે કેન્દ્ર સરકાર આવી ચીજો પરત લાવવા પ્રયાસ કરે.

સરદાર ઉધમસિંહ આઝાદીની લડતના મહાન ક્રાંતિકારી હતા. તેઓ ૧૩ અેપ્રિલ ૧૯૧૯ના રોજ થયેલા જલિયાવાલા હત્યાકાંડના સાક્ષી હતા. તેમણે આ ઘટનાના આરોપી માઈકલ ઓ ડાયરને સબક શીખવવાની પ્રતિજ્ઞા લીધી હતી. ડાયર જલિયાવાલા બાગ હત્યાકાંડ વખતે પંજાબના ગવર્નર જનરલ તરીકે ફરજ બજાવતા હતા.

You might also like