લોકો ચોર હોય તો, તમે ચોરોના વડા પ્રધાન છો?: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ: નોટબંધીને લઈને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે નિશાન તાક્યું છે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે નોટબંધીથી તમે (ભાજપ) ખેડૂતો અને મહિલાઓની બચત પર શક કર્યો છે અને એવું બતાવ્યું છે કે બધા ચોર છે. જો આ લોકો ચોર હોય તો શું તમે ચોરોના વડા પ્રધાન છો ?

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે નોટબંધી એ કોઈ કુદરતી આપત્તિ કે સંકટ નથી, જાણી જોઈને ઊભું કરવામાં આવેલું સંકટ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ દેશમાં રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટો ચલણમાંથી નાબૂદ કરી હતી.

સાથે જ ઉદ્વવ ઠાકરેએ ભાજપ સામે નિશાન તાકીને ભાજપના દિવંગત અધ્યક્ષ બંગારુ લક્ષ્મણ સાથે સંકળાયેલ ૨૦૦૧નો લાંચ રૂશ્વતનો મુદ્દો ઉઠાવ્યો હતો. વાસ્તવમાં ભાજપે બીએમસી ચૂંટણીમાં પારદર્શિકતાને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. મુંબઈના ભાંડુંપ ખાતે એક ચૂંટણી રેલીને સંબોધન કરતાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે જે પક્ષના અધ્યક્ષ લાંચ લેતા ઝડપાયા હોય તેમણે શિવસેના પાસે શાસનમાં પારદર્શિકતાની માગણી કરવી જોઈએ નહીં. તેમણે જણાવ્યું હતું કે બંગારું લક્ષ્મણ દ્વારા લાંચ લેવાનો અપારદર્શી મામલો એક માત્ર નથી.
http://sambhaavnews.com/

You might also like