ટ્રંપની બિઝનેસ સલાહકાર કમિટીમાંથી Uberના CEOનું રાજીનામું

નવી દિલ્હીઃ ઉબરના સીઇઓ ટ્રૈવિસ કૈલનિક અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના આર્થિક સલાહકાર પરિષદમાંથી બહાર નિકળી ગયા છે. તેમણે કહ્યું છે કે પરિષદમાં તેમની ભાગીદારીથી એવો સંદેશો જતો હતો કે તેઓ ટ્રંપ પ્રસાશનની નીતિઓના સમર્થનમાં છે. ઉબર સ્ટાફને મોકલેલા જ્ઞાપનમાં કૈલનિકે આ અંગે માહિતી આપી છે. ખરેખર તો આર્થિક સલાહકાર પરિષદ જોડવાથી એવી માન્યતા બંધાઇ ગઇ હતી કે ઉબર ટ્રંપની નીતિઓનું સમર્થન કરે છે. જેનાથી ભડકેલા ટ્રંપ વિરોધી સેલિબ્રિટી અને બીજા લોકો સોશિયલ મીડિયા પર લોકોને અપીલ કરવા લાગ્યા છે. તેઓ પોતાના ફોનમાંથી ઉબરની એપ અન ઇન્સોટલ કરી દે.

કૈલનિક આજે એક મીટિંગમાં પ્રેસિડન્ટ ટ્રંપની સ્ટ્રૈટિજિક એન્ડ પોલીસી ફોરમમાં જોડાવાના હતા . આ ગ્રૂપમાં વોલમાર્ટ, વોટ ડિઝ્ની, પેપ્સિકો સિવાય ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ કોર્પ અને ટેસ્લા ઇંક જેવી ટેકનોલોજી કંપનીઓના સીઇઓ પણ શામેલ છે. કૈલનિકે કહ્યું છે કે તેમણે ટ્રંપને જણાવી દીધું છે કે તેઓ આ ગ્રૂપમાંથી નિકળી રહ્યાં છે. ગ્રૂપમાં જોડાવાનો મતલબ તેમના એજન્ડા સાથે સહમતી રાખવાનો નથી. પરંતુ દુર્ભાગ્ય વશ લોકો આવી ખોટી માન્યતાઓ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ટ્રંપે પ્રશાસન સાથે જોડાવાને કારણે ગ્રાહકો અને ડ્રાઇવરોએ કૈલનિકની ટિકા કરી હતી. ખાસ કરીને ત્યારે કે જ્યારે ટ્રંપે સાત મુસ્લિમ દેશોને અમેરિકામાં નો એન્ટ્રિનું ફમાન પાઠવ્યું. આ પગલું આતંકવાદીઓને અમેરિકામાં ઘુસતા રોકવા માટે લેવામાં આવ્યું છે.

http://sambhaavnews.com/

You might also like