ભારત પાકિસ્તાન સીમા પર દેખાયા માનવરહિત પ્લેન : પરિસ્થિતી તંગ

નવી દિલ્હી : ઉરી હૂમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવમાં ફરી એકવાર વધારો થયો છે. સીમા પર BSFએ મંગળવારે કેટલાક માનવરહિત વિમાનો જોયાનો રિપોર્ટ મોકલ્યો હતો. સીમાની નજીક (UAV – unmanned aerial vehicle) દેખાયાનો દાવો કર્યો હતો. બીએસએફ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કદાચ તે વિમાન લોકેશન જોવા માટે આવ્યા હોય તેવી શક્યતાઓ છે.

આ વિમાન ભારતીય સેનાની તૈયારીઓ જોવા માટે આવ્યા હોય તેવી શક્યતાઓ છે. બીએસએફએ કહ્યું કે ભારતીય સેનાની તરફથી કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક બાદ વેસ્ટર્ન ફ્રંટ પર પરિસ્થિતી તંગ છે. બીએસએફનાં મહાનિર્દેશક કે.કે શર્માએ જણાવ્યું કે સંપુર્ણ સુરક્ષાની તૈયારીઓ અંગે અહેવાલ મંગાવાઇ રહ્યા છે. જેથી આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે અને હૂમલાઓ કરવા માટે બાંગ્લાદેશનો ઉપયોગ ન કરે.

બીએસએફ મહાનિર્દેશકે કહ્યું કે, નિશ્ચિત રીતે પશ્ચિમી સીમાઓ પર ચોક્કસી વધારી દેવામાં આવી છે. સંરક્ષણ અને સુરક્ષા દળોનાં તમામ પ્રતિષ્ઠાનો અને મહત્વનાં સ્થળો પર હાઇએલર્ટ જાહેર કરી દેવાયું છે. પશ્ચિમી સીમા પર તણવ સતત વધી રહ્યો છે. નિયંત્રણ રેખાની સામે પારથી સતત ફાયરિંગ થઇ રહ્યું છે. જો કે અમે નિયંત્રણ રેખા પર સહાયકની ભુમિકામાં છે.

બીએસએફે જણાવ્યું કે અમે માનવરહિત વિમાનોને સીમા માટે 100 મીટરનાં વર્તુળમાં આવતું જોયું છે. કદાચ તે પાકિસ્તાન દ્વારા મોકલાયેલ વિમાન હોઇ શકે છે. તેઓ આપણી તૈયારીની જાણકારી લેવા ઇચ્છતા હોય. પરંતુ હું વિશ્વાસ પુર્વક કહીશ કે આપણે તેઓને મુંહતોડ જવાબ આપવા માટે સમર્થ છીએ. આતંકવાદીઓ કે પાકિસ્તાનનાં કોઇ પણ નાપાક ઇરાદાને સફલ થવા દેવામાં નહી આવે.

You might also like