યુએઈમાં તમાકુ અને સોફ્ટ ડ્રિન્ક્સ પર વસૂલાતો ‘પાપ કર’

દુબઈ: સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં તમાકુનાં ઉત્પાદનો, અેનર્જી ડ્રિન્કસ અને સોફ્ટ ડ્રિન્કસ પર લગાવવામાં આવેલા નવા પાપ કરની વસૂલાત ગત રવિવારથી શરૂ થઈ ગઈ છે, જેમાં તમાકુ અે એનર્જી ‌િડ્રન્કસ પર ૧૦૦ ટકા અને સોફટ ‌િડ્રન્કસ પર ૫૦ ટકા ટેક્સની વસૂલાત થાય છે. આ નવો કર એવા સમયે લગાવવામાં આ‍વી રહ્યો છે જ્યારે સંયુક્ત આરબ અમીરાત સહિત બીજા તેલ સંપન્ન અખાતી દેશ વૈશ્વિક સ્તરે ઊર્જાની કિંમતો સામે ઝઝૂમી રહ્યા છે.

યુએઈ આગામી વર્ષે જાન્યુઆરીથી કેટલાક ખાસ પ્રકારના સામાન પર પાંચ ટકા મૂલ્યવર્ધિત કર (વેટ) પણ વસૂલશે. ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ (જીસીસી) તમામ છ સભ્ય દેશમાં વેટની પણ વસૂલાતના મુદ્દે સહમતી સધાઈ છે, તેમાંથી કેટલાક અન્ય દેશ પણ જાન્યુઆરીથી આવા કરની વસૂલાત શરૂ કરી શકે તેમ છે. જીસીસીમાં યુએઈ ઉપરાંત બહે‌િરન, કુવૈત, ઓમાન, કતાર અને સાઉદી અરબ સામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વમાં તમાકુનાં ઉત્પાદનોના સેવનથી થનારી તમામ બીમારીઓને લઈ જાગરૂકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તમાકુ ઉત્પાદન જીવલેણ બીમારી-કેન્સર ફેલાવનારું સૌથી મોટું માધ્યમ છે. તમાકુના સેવનથી દર વર્ષે વિશ્વમાં લાખો લોકો તેનો ભોગ બને છે. તેથી આવા ઉત્પાદનના સેવન પર અંકુશ આવી શકે તે માટે આ પ્રકારે કર વસૂલવામાં આવી રહ્યો હોવાનું પણ માનવામાં આ‍વે છે.

You might also like