UAE પહોંચ્યા મોદીઃ પ્રિન્સે કર્યું ભવ્ય સ્વાગત

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બે દિવસીય યુએની મુલાકાત પર છે. આબુ ધાબી પ્રેસિડેન્સિયલ એરપોર્ટ પર તેમનું રાજકુમાર દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બે દિવસીય યુએઇ પ્રવાસ દરમિયાન તેઓ યૂએઇનાં નેતાઓ સાથે વાતચીત કરશે. તે ઉપરાંત ભારતીયોનું સંબોધન પણ કરશે. તેઓ યુએઇણાં આઇએસઆઇએસનાં વધી રહેલા ખતરા અંગે પણ વાતચીત કરી શખે છે. લગભગ ત્રણ દશકો બાદ કોઇ ભારતીય વડાપ્રધાન યૂએઇની યાત્રા પર છે. 

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના યુએઇના પ્રવાસે જવા રવાના થશે. પીએમ મોદી બપોરે ૧ કલાકે યુએઇ જવા રવાના થશે. ૩૪ વર્ષ બાદ ભારતના કોઇ વડા પ્રધાન યુએઇની મુલાકાતે જશે. પીએમ મોદી આજે યુએઇના અબુધાબીમાં રોકાણ કરશે. તેઓ અબુધાબીમાં રાત્રે ભારતીય સમુદાયના મજૂરો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મીએ દુબઇની મુલાકાતે જશે. પીએમ મોદી દુબમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરશે. દુબઇમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ તેવી શક્યતા છે, જેમાં પીએમ મોદી આઇએસઆઇએસના મુદ્દે ચર્ચા કરશે.

You might also like