ઓબામાની ચીનને ચીમકી, હદ પાર કરશો તો ખરાબ પરિણામો આવશે

વોશિંગ્ટન : બરાક ઓબામાએ ચીનને સાઉથ ચાઇના સી અંગે ગર્ભીત ધમકી આપી છે. ઓબામાએ કહ્યું છે કે જો ચીન સાઉથ ચાઇના સીમાં અગ્રેશન બતાવશે તો તેમણે ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. એક સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યું આપતી વખતે ઓબામાએ કહ્યું છે કે, અમેરિકા પોતાનાં પર કંટ્રોલ કરીને જ એક પાવર કન્ટ્રી બન્યું છે. આપણે ઇન્ટરનેશનલ કાયદા અને નિયમોથી બંધાયેલા છીએ.

આંતરરાષ્ટ્રીય હિત માટે આ નિયમો અને કાયદા માનવા ખુબ જરૂરી છે. લાંબા ગાળે ચીન માટે પણ તે જરૂરી બનશે. આપણે જ્યારે સાઉથ ચાઇના સી અથવા અન્ય ઘટનાઓને ઇન્ટરનેશનલ રૂલ્સ નોમ્સ જોઇએ ત્યારે તેની ગંભીરતા વધી જાય છે. અમે તેમને જણાવી દીધુ છે કે આનું ગંભીર પરિણામ આવશે. ઓબામાએ કહ્યું કે અમે સ્પષ્ટતા કરી છે કે અમેરિકા એવા જ સંજોગોમાં ચીનને સપોર્ટ કરશે જ્યારે તે આંતરરાષ્ટ્રીય કાયદાઓને આધીન રહીને કામ કરશે.

ઓબામાએ સ્પષ્ટતા કરી છે કે તેનું કોઇ કારણ નથી કે અમેરિકાઅનેચીન કોમર્શિયલ ફ્રેન્ડલી સ્પર્ધક ન બની શકે. બંન્ને દેશો સામે ઘણી સમસ્યા છે. મેં મારા જીવનમાં ચીનમાં એક જ કોમ્યુનિસ્ટ પાર્ટીનું સેશન જોયું છે. તેમાં તેઓ ઘણા વેસ્ટર્ન દેશોનાં નિશાન પર છે. 90નાં દાયકા પછી છેલ્લા 20 વર્ષમાં મારી પ્રેસિડન્સી પણ આવે છે. તેમાં મુડીવાદી અને એક્સપોર્ટ બેઝ્ડ મોડલ વધારે સફળ રહ્યા છે. પરંતુ આ સિસ્ટમમાં ચીનની વધારે તરફેણ નથી રહી.

ઓબામાએ જણાવ્યું કે ચીનમાં એક અબજ કરતા વધારે વસતી છે. તે દુનિયાની સૌથી વધારે ઇકોનોમીમાંથી એક છે. તેથી ઇનટરનેશનલ મુદ્દા પર ચર્ચા કરવા માટે તેઓ ખુબ મહત્વનાં છે. અમે ચીન પાસેથી શાંતિપુર્ણ રીતે પ્રશ્નોનાં ઉકેલ ઇચ્છીએ છીએ. તે બધા માટે સારૂ રહેશે.

You might also like