ટાયર નીકળી જતા ટેન્કર અને જીપ વચ્ચે અકસ્માતઃ અાઠ ગંભીર

અમદાવાદ: શામળાજી હાઈવે પર ગણેશપુરા ગામ પાસેથી પસાર થઈ રહેલ ટેન્કરનું અચાનક જ ટાયર નીકળી જતાં પાછળથી અાવી રહેલી જીપ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં અાઠ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને મોડાસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા હતા.

અા અંગેની વિગત એવી છે કે ખોડંબા ખાતે લોકહિત ક્રિયા પતાવીને દસ વ્યક્તિઓ જીપમાં બેસી મોડાસા તરફ અાવી રહ્યા હતા ત્યારે અાગળ જઈ રહેલી ટેન્કરનું ટાયર અચાનક જ નીકળી જતા ટેન્કર રોડ પર રેલાવા લાગી હતી. અાજ વખતે પાછળથી અાવી રહેલી જીપ ટેન્કરની પાછળ ઘૂસી જતાં અા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ મહિલા સહિત પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી. અા અંગે ગુનો દાખલ કર્યો છે.

http://sambhaavnews.com/

You might also like