ટાયર્સ શેરમાં સપ્તાહમાં ૧૫ ટકા ઉછાળો

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ટાયર કંપનીના શેરમાં મજબૂત સુધારાની ચાલ નોંધાઈ છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકાર રબરની નવી પોલિસી લાવે તેવી શકયતાઓ પાછળ ટાયર કંપનીના શેરમાં પાછલા એક સપ્તાહમાં ૧૫ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. ઉલ્લેખની છે કે કેટલાક સમયથી દેશમાં ચાઈનીઝ ટાયરની બોલબાલાથી ટાયર કંપનીઓ ઉપર નકારાત્મક અસર જોવાઈ હતી.

એક સપ્તાહમાં જોવાયેલો ઉછાળો
કંપનીનું નામ               ટકાવારીમાં વધારો
જેકે ટાયર                     ૧૫.૩૯ ટક
એપોલો ટાયર              ૧૧.૭૯ ટકા
સિયેટ ટાયર                 ૧૦.૬૨ ટકા
એમઆરએફ ટાયર       ૬.૫૨ ટકા
ગુડ યર                         ૫.૯૯ ટકા
ટીવીએસ                       ૫.૩૫ ટકા

You might also like