હવે હાથથી નહીં પણ માત્ર મગજથી કરી શકાશે ટાઇપિંગ

ટેક્નોલોજીની દુનિયામાં એવી એવી શોધ થઈ રહી છે, જેની થોડા વર્ષો પહેલા માણસ કલ્પના પણ નહોતો કરી શકતો. હવે ચીનની સિંધુઆ યુનિવર્સિટીમાં એક એવી ટેક્નોલોજી વિકસીત કરવામાં આવી રહી છે જેની મદદથી કિબોર્ડ પર ટાઈપ કરવા માટે હાથની જરૂર નહીં પડે.

ચીનની ન્યૂઝ એજન્સી પીપલ્સ ડેઈલીએ ફેસબુક પર એક વીડિયો શેર કરીને જાણકારી આપી છે કે ફેસબુક પર ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ વીડિયોમાં જણાવામાં આવ્યું છે કે માથા પર એક ટોપી જેવો ડિવાઈસ પહેરીને તમે માત્ર વિચારીને જ ટાઈપ કરી શકશો. આ ટોપી જેવા ડિવાઈસનું નામ સ્ટેડી-સ્ટેટ વિઝ્યુઅલ ઈવોક્ડ પોટેન્શલ (SSEVP) સિસ્ટમ છે.

આ ડિવાઈસને કનેક્ટ કરીને જ્યારે વ્યક્તિ વર્ચ્યુઅલ કિબોર્ડ પર ફોકસ કરશે તો આ સિસ્ટમ મગજમાંથી નિકળતી તરંગોને શબ્દોમાં ટ્રાન્સલેટ કરી દેશે અને આવી રીતે કીબોર્ડને હાથ લગાવ્યા વિના જ તમે દરેક વસ્તું લખી શકશો જે તમે વિચારી રહ્યા છો. આ ટેકનિકનો ઉપયોગ મેડિકલ રિહેબ, ગેમિંગ અને નેવિગેશન વગેરે જેવા ક્ષેત્રોમાં ઉપયોગ કરી શકાય છે.

You might also like