ચીનમાં હૈમા તોફાન-વરસાદથી અનેક જગ્યાએ ભૂસ્ખલન

બીજિંગ: ચીનમાં હૈમા તોફાન અને ભારે વરસાદથી અનેક શહેરોમાં ભૂસ્ખલન થયું છે તેમજ ભારે વરસાદથી ૨૧ ડેમ અને ૫૯ નાળાં તૂટી જતાં અનેક શહેરોમાં પાણી ઘૂસી જતાં ભારે તબાહી મચી છે, જ્યારે હુઈજોઉ સિટી પાસેની એક જૂતાંની ફેક્ટરીમાં પાણી ઘૂસી જતાં તેમાં ૨૧ લોકો ફસાયા હતા, પરંતુ તેમને ત્યાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં હજુ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

સ્થાનિક હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ હૈમા તોફાનથી શાનવેઈમાં ગઈ કાલે ભૂસ્ખલન થયું હતું. પ્રાંતના આપાતકાલીન પ્રબંધન કાર્યાલયના વરિષ્ઠ અધિકારીએ ચેત‍વણી આપી છે કે મોટા ભાગના ડેમમાં પાણી ભયજનક સપાટીની નજીક વહી રહ્યું છે અને ચીન તરફથી આ અંગે અગાઉથી જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના કારણે દક્ષિણ વિસ્તારના શેનઝેનમાં સરકારી કચેરીઓ અને સ્કૂલોને બંધ કરાવી દેવામાં આવી છે, જોકે હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી થઈ હોવાથી ચીનના અન્ય પ્રાંતમાં પણ લોકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં

આવી છે. હાલ આપાતકાલીન પ્રબંધન વિભાગ દ્વારા જે વિસ્તારમાં પરિસ્થિતિ વિકટ છે ત્યાં રાહત બચાવ અને સલામતીનાં પગલાંરૂપે વિવિધ કામગીરી ચાલી રહી છે.

You might also like