માત્ર એક ગ્રામ વજન ઘટશે તો પણ ટાઈપ-ટુ ડાયાબિટીસ મટી શકે

ઈંગ્લેન્ડની ન્યુકેશલ યુનિવર્સિટીના તબિબોએ એક જાહેરાત કરી છે કે માત્ર એક ગ્રામ વજનનો ઘટાડો પણ ટાઈપ ટુ ડાયાબિટીસ મટાડી શકે છે, જો કે અા એક ગ્રામ વજનનો ઘટાડો સ્વાદુ પિંડમાંથી થવો જોઈએ. સ્વાદુ પિંડમાં ચરબીનો ભરાવો થાય ત્યારે તેની ઈન્સ્યુલિનની ઉત્પાદન ક્ષમતા પર અસર પહોંચે છે.

તબીબોના મતે ટાઈપ ટુ ડાયાબિટીસ અાજીવન રહે તેવી સમસ્યા નથી. જો તમે સ્વાદુ પિંડમાંથી ચરબી દૂર કરી દો તો ફરી પાછુ શરીરના ગ્લુકોઝને નિયંત્રણમાં રાખતું ઈન્સ્યુલિન ઉત્પન થવા લાગે છે. કમરના ભાગે વધેલી ચરબી તમે કસરત અને ડાયટ કન્ટ્રોલથી કાબૂમાં લાવી શકો છો.

You might also like