આખાં ધાન્ય ખાવાથી ટાળી શકાય ટાઇપ-2 ડાયાબિટિસ

ઓટસ કે ઘઉં જેવા આખાં ધાન્ય ખાવાથી ટાઇપ-ર ડાયાબિટિસ ટાળી શકાય છે. આ ઉપરાંત કોફી પીવાથી અને માંસાહારી ખોરાક લેવાનું બંધ કરવાથી પણ આ રોગ થવાનું જોખમ ઘટાડી શકાય છે.

ડેન્માર્કમાં કરાયેલા આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે લોકો કયા પ્રકારનું આખું ધાન્ય ભોજનમાં લે છે એ નહીં, પરંતુ કેટલા પ્રમાણમં લે છે એ મહત્ત્વનું છે.

આખા ધાન્યમાં આંતરબીજ, બીજ અને થૂલું એમ ત્રણ ઘટક હોય છે. જે ટાઇપ-ર ડાયાબિટિસ થતો રોકવામાં સહાય કરે છે. જોકે આ સાથે જ અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ભોજનમાં આખા ધાન્યની સાથે જ કઠોળ અને કાર્બહાઇડ્રેટસનું પ્રમાણ પણ જળવાઇ રહેવું જોઇએ.

You might also like