બે બાઇક સામ સામે અથડાતાં બે યુવાનોનાં મોતઃ બેને ગંભીર ઇજા

અમદાવાદ: જૂનાગઢ-વડાલ રોડ પર બે બાઇક સામ સામે અથડાતા થયેલા અકસ્માતમાં બે યુવાનોનાં ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે બે યુવાનોને ગંભીર ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આ બનાવની વિગત એવી છે કે, જૂનાગઢ નજીક આવેલા સુખપર ગામે રહેતા દિનેશ જીવાભાઇ મેવાડા અને અરવિંદ ભીખાભાઇ નામના બે યુવાનો મોડીરાત્રે બાઇક પર જૂનાગઢ પાસેના વડાલ રોડ પર પેટ્રોલપંપ નજીકથી પસાર થતા હતા ત્યારે સામેથી પુરઝડપે આવી રહેલા જેતલસરના કિશન ચનાભાઇ વાઘેલાના બાઇક સાથે તેનું બાઇક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં દિનેશ મેવાડા અને કિશન વાઘેલા નામના બે યુવાનોનાં ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે અરવિંદ અને શામજી નામના બે યુવાનોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.

You might also like