સેલ્ફી લેવા જતાં પગ લપસતાં બે યુવાનો કેનાલમાં ડૂબ્યા

અમદાવાદ: શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા બે યુવકો ગઇ કાલે કોબા સર્કલ આવેલી નભોઇ ગામની કેનાલ પાસે સેલ્ફી લઇ રહ્યા હતા તે સમય પાણીમાં ડૂબી જતાં તેમનું મોત થયું છે. ગઇ કાલે બનેલી ઘટનામાં ફાયરબ્રિગેડને હજુ સુધી લાશ મળી નથી.

સ્કૂલના બે મિત્રો જયેશ લક્ષ્મણદાસ જેઠાણી અને સંજય નેનાણી ગાંધીનગર ફરવા ગયા હતા. વરસાદી માહોલ હોવાથી બંને નભોઇ ગામની કેનાલ પાસે સેલ્ફી લેતા હતા તે સમયે જયેશનો પગ લપસી ગયો હતો.

જયેશને બચાવવા માટે સંજયે તેનો હાથ પકડ્યો હતો. જોકે બંને જણા પાણીમાં ગબડી પડ્યા હતા. આ ઘટનાની જાણ જયેશના પિતાને થતાં તેઓએ ફાયર બ્રિગ્રેડને જાણ કરી હતી.

ગાંધીનગર ફાયર બ્રિગ્રેડની ટીમ યુવકોની શોધખોળ માટે નહીં આવતાં તેમણે અમદાવાદ ફાયર બ્રિગ્રેડની ટીમને જાણ કરી હતી. અમદાવાદ ફાયર બ્રિગ્રેડની ટીમ ગઇ કાલથી યુવકોને સુધી રહી છે. હજુ સુધી તેમનો કોઇ પત્તો લાગ્યો નથી.

You might also like