બે વર્ષના ઉચ્ચ સ્તરે પીએસયુ ઈન્ડેક્સ

અમદાવાદ: ગઇ કાલે છેલ્લે નિફ્ટીએ ૨૬ પોઇન્ટના સુધારે ૮,૪૦૦ની સપાટી ક્રોસ કરી દીધી છે, જેમાં પીએસયુ ઇન્ડેક્સમાં મોટા સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે. બીએસઇ પીએસયુ ઇન્ડેક્સ બે વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે. બીએસઇ પીએસયુ ઇન્ડેક્સ એક ટકાના સુધારે ૮,૧૪૩.૪૩ની સપાટીએ બંધ જોવાયો છે. ૫૬ સરકારી કંપનીઓના ઇન્ડેક્સમાં કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં અત્યાર સુધીમાં ૫.૮૭ ટકા સુધી ઉછાળો જોવાઇ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં છેલ્લે પીએસયુ ઇન્ડેક્સ ૭,૬૯૧ની સપાટીએ બંધ જોવાયો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ મોટા ભાગે જાહેર ક્ષેત્રની કંપનીઓ ઉપર નાણાકીય મુશ્કેલીની અસર ઓછી જોવાઇ છે અને તેના કારણે પીએસયુ કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ છે.

કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં આ કંપનીના શેર ઊછળ્યા
કંપની ટકાવારીમાં               વધારો
ભારત ઈલેક્ટ્રોનિક્સ            ૧૨.૦૦
એચપીસીએલ                     ૧૧.૦૦
એનએચપીસી                      ૧૧.૦૦
એનટીપીસી                          ૫.૦૦
એમટીએનએલ                     ૫.૦૦
આઈઓસી                            ૮.૦૦
પાવર ગ્રીડ કોર્પોરેશન          ૭.૦૦

You might also like