મજૂરોના અચ્છે દિન, મળશે લઘુતમ વેતન 350 રૂપિયા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે મજૂરોને ભેટ આપતાં ન્યૂનતમ મજૂરી વધારીને 350 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. સરકારે સલાહકાર બોર્ડની દરખાસ્તનો સ્વીકાર કરતાં કૃષિ કાર્યોમાં લાગેલા વર્કસોની ન્યૂનતમ મજૂરી 246 રૂપિયાથી વધારીને 350 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. નાણાં મંત્રી અરુણ જેટલીએ મંગળવારે પત્રકારો સાથે વાતચીતમાં કેન્દ્રીય કર્મચારીઓને 2014 2015 અને 2015 2016ની પણ ચૂકવણી કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ બોનસ 7માં પગારપંચ અનુસાર આપવામાં આવશે.

આ વચ્ચે ટ્રેડ યૂનિયનએ શુક્રવારે રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. એનાથી દેશભરની સરકારી બેંકો અને પબ્લિક સેક્ટર કંપનીઓની કામકાજ પર તેની અસર પડશે. યૂનિયનોએ 12 સૂત્રીય એજન્ડા રજૂ કર્યા છે, જેમા ન્યૂનતમ મજૂરી 1800 પ્રતિમાસ કરવાની માંગણી કરી છે. કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને પણ કેન્ટ્રાક્ટ વર્કર્સ લો લાગૂ કરીને પત્ર લખવાનો નિર્ણય કર્યો છે.

આ પહેલા પ્રધાનમંત્રીએ હડતાળ ટાળવા માટે પ્રયત્નો કર્યા હતાં. નાણાં મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે અમે સી કેટેગરિમાં આવનારા બિનખેતીમાં લાગેલા અકુશળ શ્રમિકોની ન્યૂનતમ મજૂરી 350 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી લગભગ 33 લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ થશે.

You might also like