બે વર્ષમાં કોઈ વ્યવહાર નહીં કરાય તો ખાતું બંધ કરાશે

મુંબઇ: બેન્કો વચ્ચે હરીફાઇ વધી રહી છે. બેન્ક ખાતેદારને વધુ સગવડતા અને સરળતા રહે તે માટે એકાઉન્ટ બેલેન્સ, કેવાયસી અપગ્રેડેશન, એટીએમ કાર્ડ સહિતની વિવિધ સેવાઓ માટે એસએમએસ અને ઇ-મેઇલ દ્વારા એલર્ટ આપવામાં આવી રહ્યું છે. બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે ગ્રાહકે બેન્ક સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવેલા એલર્ટને નજરઅંદાજ ન કરવું જોઇએ. દરમિયાન જાહેર ક્ષેત્રની અગ્રણી બેન્ક બેન્ક ઓફ બરોડાએ વેબસાઇટ ઉપર એલર્ટ નોટિસ મૂકી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે બેન્ક ખાતેદાર બે વર્ષમાં કોઇ વ્યવહાર નહીં કરે તથા તેના ખાતામાં ઝીરો બેલેન્સ છે તો બેન્ક ખાતેદાર ખાતું બંધ કરી દે.

જો ખાતેદાર બેન્ક ખાતું બંધ નહીં કરે તો બેન્ક આપોઆપ આ ખાતું ફ્રીઝ કરી દેશે. બેન્કના જણાવ્યા અનુસાર નોટિસ આપ્યાના બે સપ્તાહ બાદ બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવશે. બેન્કની આ સૂચના સેવિંગ્સ અને કરંટ એમ બંને ખાતાને લાગુ પડશે એટલું જ નહીં, બેન્ક ખાતું ખાતેદારે ચાલુ રાખવું હોય તો એક મહિનામાં આ અંગે વિનંતી કરવી પડશે.
http://sambhaavnews.com/

You might also like