બે મહિલાનો ગળાફાંસો ખાઈ અાપઘાતઃ અાધેડે એસિડ પી જીવન ટૂંકાવ્યું

અમદાવાદ: શાહીબાગ વિસ્તારમાં અાત્મહત્યાના ત્રણ બનાવ બન્યા છે, જેમાં બે મહિલાઓએ ગળાફાંસો ખાઈ અને એક અાધેડે એસિડ પી લઈ જીવન ટૂંકાવી નાખતાં પોલીસે તપાસ હાથ ધરી છે.  અા અંગેની વિગત એવી છે કે શાહીબાગમાં ગિરધરનગર ખાતે અાવેલી પ્રિતમપુરા સોસાયટીમાં રહેતી ધર્મિષ્ઠાબહેન વિનોદભાઈ પરમાર (ઉં.વ.૩૨) નામની મહિલાએ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ અાપઘાત કર્યો હતો. જ્યારે અા જ વિસ્તારમાં સુજાતા ફ્લેટની પાછળ અાવેલી પ્રેમ સોસાયટીમાં રહેતી મધુબહેન શ્રીકાંતભાઈ ગોહિલ નામની મહિલાએ પણ અંગત કારણસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

અા ઉપરાંત શાહીબાગમાં અાવેલી સરકારી અનાજ ગોડાઉનની ચાલી ખાતે રહેતા જયંતીભાઈ બબાભાઈ રાઠોડ નામના ૫૦ વર્ષની વયના અાધેડે વહેલી સવારે પોતાના ઘરમાં એસિડ પી લઈ અાત્મહત્યા કરી હતી. પોલીસે ઉપરોક્ત ત્રણેય લાશોને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અાપી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like