બે યુવતીનો ગળાફાંસોઃ અાધેડની જાતે સળગી જઈ અાત્મહત્યા

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં અાત્મહત્યાના ત્રણ બનાવ બન્યાં છે. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે કૃષ્ણનગર વિસ્તારમાં પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતી મનિષા ઈન્દાભાઈ ડામોર નામની ૨૦ વર્ષની યુવતીએ અગમ્ય કારણસર પોતાના ઘરમાં જ વહેલી સવારે ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. જ્યારે બહેરામપુરામાં અાવેલી કમલા નહેરુપાર્ક સોસાયટીમાં રહેતી રચના હરેશભાઈ મરાઠી નામની યુવતીએ પણ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકવાની નાખ્યું હતું. અા બંને યુવતીના અાપઘાત કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. અા ઉપરાંત ઘાટલોડિયામાં કેકેનગર પાસે શ્યામરથ ટાવરની બાજુમાં આવેલી કેવલકુંજ સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ ભીખાભાઈ પટેલ નામના ૬૪ વર્ષના અાધેડે બીમારીથી કંટાળી જઈ જાતે સળગી જતા તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે.

You might also like