ઉર્જા મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં બે વખત વીજળી થઇ ગૂલ

નવી દિલ્હી: આસામમાં જીત અને સાઉથ ઇન્ડિયામાં ભાજપના સારા પ્રદર્શનથી ઉત્સાહિત કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના ઉત્સાહ ઉપર તેમના પોતાના જ કાર્યક્રમ પર પાણી ફરી ગયું. ઉર્જા મંત્રી મોદી સરકારની ઉપલબ્ધિઓનું વર્ણન કરવા પહોંચ્યા હતા. પરંતુ પોતાની જ પ્રેસ કોન્ફરન્સમાં વીજળી ના હોવાને કારણે તેમને બે વખત શરમ અનુભવી પડી હતી.

હકીકતમાં મોદી સરકારના બે વર્ષ પૂર્ણ થવા ઉપર તેનું વર્ણન કરવા માટે આયોજિત કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ઉર્જા મંત્રી પીયૂષ ગોયલ બોલી રહ્યા હતાં, તે દરમિયાન કાર્યક્રમ સ્થળની વીજળી બે બે વખત જતી રહી હતી. આ દરમિયાન ગોયલ 133 સેકેન્ડ અંધારામાં રહ્યા હતાં. પીયૂષ ગોયલે આ પ્રસંગે તેમની પત્નીને પણ યાદ કરી હતી. મિડીયા રિપોર્ટસ પ્રમાણે ગોયલે વીજળી ગઇ પછી કીધું હતું કે ‘તેમની પત્ની હંમેશા કહેતી હતી કે, જ્યારે પણ તમે કોઇ પ્રેસ કોન્ફરન્સ કરો છો તો વીજળી ચોક્કસથી જાય છે. આ પરથી એવું લાગે છે કે મારે હજુ વધારે કામ કરવાની જરૂર છે.’

રસપ્રદ વાત તો એ છે કે વીજળી જવાથી પ્રભાવિત થયા વગર ગોયલે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું. તે દરમિયાન તેમને મોદી રાજમાં પોતાની મંત્રાલયની ઉપલબ્ધિઓને પણ ગણાવ્યા. તેમને કહ્યું કે હું અમારા સમર્થકો અને ટીકાકારો બંનેની શુભેચ્છા પાઠવવા માંગુ છું. અમે આ બે વર્ષમાં 7779 ગામોમાં વીજળી આપી છે જે પાછળના 3 વર્ષમાં 37 ટકા વધારે છે.

ગોયલે વીજળી બનાવવાની ક્ષમતામાં વધારાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે હાલમાં અમે વીજળી બનાવવાની અમારી ક્ષમતાને 20 ટકા વધારી. આ દરમિયાન તેમને યૂપી સરકારને નિશાન લગાવતાં કહ્યું હતું કે યૂપી સરકાર કહે છે કે તેમના ત્યાં વીજળીની કમી નથી પરંતુ ગાજિયાબાદ અને નોયડામાં રહેનારા લોકો કહે છે કે તેમના ત્યાં કલાકો સુધી વીજળી કાપ આવે છે.

You might also like