J&K: અનંતનાગમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં બે આતંકી ઠાર

દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના બીજબહેરામાં આજે સવારે થયેલી અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયા છે. સુરક્ષા દળોને અહીંના બાગેન્દ્રર વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની સુચના મળી હતી ત્યાર બાદ સર્ચ ઓપરેશન ચલાવાયું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓ ચૂંટણીમાં ખલેલ પહોંચાડવા ઈચ્છતા હતા.

ઘટના સ્થળેથી હથિયાર અને દારૂગોળો જપ્ત કરાયો છે. સેના અને રાજ્ય પોલીસે જાણકારી આપી હતી કે અહીં આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી ૬૯ આતંકી મોતને ઘાટ ઉતારાય છે અને ૧૨ આતંકવાદીને જીવતા પકડી લેવાયા છે. પુલવામાં હુમલા બાદ ૬૮ િદવસોમાં જ ૪૧ આતંકીઓને મોતને ઘાટ ઉતારાયા છે.

લેફ. જનરલ કેજેએસ ઢીલ્લનને મીડિયાને એમ પણ જણાવ્યું હતું કે ગયા વર્ષે રાજ્યમાં સેના અને પોલીસે ૨૭૨ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. હવે ઘાટીમાં એ હાલત છે કે કોઈ પણ જૈશનો લીડર બનવા તૈયાર નથી. તેમ છતાં પણ પાકિસ્તાન જૈશની મદદ કરી રહ્યું છે. અમે સતત જૈશને ખતમ કરી રહ્યા છે, ખાસ કરીને પુલવામાં હુમલા બાદ.

છેલ્લા ત્રણ મહિનામાં ઠાર મરાયેલા આતંકવાદીઓમાં ૧૩ પાકિસ્તાની છે જ્યારે આટલા જ આતંકીઓને એ+ કેટેગરીના આતંકી માનવામાં આવે છે. રાજ્યના ડીજીપી દિલબાગસિંહે કહ્યું કે આતંકી સંગઠનોમાં હવે કાશ્મીરના યુવકે ઓછા જોડાઈ રહ્યા છે. યુવકોએ પોલીસમાં ભરતી થવામાં રસ દાખવ્યો છે.

You might also like