જમ્મુ-કાશ્મીર : ત્રાલમાં સુરક્ષદળોએ બે આતંકી ઠાર કર્યા

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં આવેલા સટોરા વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળ્યા બાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રશાસન દ્વારા જમ્મુ રાષ્ટ્રીય માર્ગ પર મોટા આતંકી હુમલાની આશંકા વચ્ચે એલર્ટ જાહેર કર્યું હતુ. આતંકી હુમલા માટે આતંકવાદીઓએ ચાર ટુકડી બનાવી હોવાનું એલર્ટમાં જણાવવામાં આવ્યું હતું. પ્રત્યેક આતંકી ટુકડીમાં બેથી ત્રણ આતંકી શામેલ છે.

જેમા થોડા આતંકવાદીઓને શ્રીનગરની બહારના વિસ્તારમાં નૌગામ અને માચ્છુવામાં જોવામાં આવ્યા હતા. સુરક્ષાદળ દ્વારા આ વિસ્તારમાં ઘરે-ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

http://sambhaavnews.com/

You might also like