બાંદિપોરાના એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠારઃ એક જવાન શહીદ

બાંદિપોરા: જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે વહેલી સવારે બાંદિપોરાના પનરમાં સેનાએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર કર્યા છે. જ્યારે આ એન્કાઉન્ટરમાં સેનાના એક જવાન પણ શહીદ થયા છે. હાલ આ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલે છે. આતંકીઓને શોધવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત શંકાસ્પદ આતંકીઓ દ્વારા અપહરણ કરવામાં આવેલા એસઓજીને છોડી દેવામાં આવ્યા છે. આ અગાઉ ગઈ કાલે પણ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં આસિસ્ટન્ટ કમાન્ડર સહિત બીએસએફના ચાર જવાન શહીદ થયા હતા. જ્યારે પાંચ સુરક્ષા કર્મી ઘાયલ થયા હતા.

ગઈ કાલે સાંબા સેક્ટરના રામગઢમાં પાકિસ્તાને ફરી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં બીએસએફના ચાર જવાન શહીદ થયા છે, જ્યારે ૩ ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ જવાનોને જમ્મુના સતવારી સ્થિત આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાન દ્વારા મંગળવાર રાત્રે લગભગ ૧૦-૩૦ કલાકથી રામગઢ સ્થિત આંતરરાષ્ટ્રીય સરહદ પર ફાયરિંગ શરૂ કરાયું, જે બુધવારે સવારે ૪-૩૦ સુધી ચાલ્યું હતું. બીએસએફના જણાવ્યા અનુસાર મુજબ સાંબા સેકટરના રામગઢમાં બાબા ચમલિયાલના વાર્ષિક ઉર્સ પહેલાં પાકિસ્તાને ફરી એક વખત સિઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે.

ગૃહપ્રધાન રાજનાથસિંહે ૭ જૂને બોર્ડર સ્થિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તી અને કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહ આ મુલાકાત સમયે તેમની સાથે હતા. ડીજીએમઓ લેવલની વાતચીત બાદ પાકિસ્તાન તરફથી કહેવાયું હતું કે સરહદ પાર રહેતાં સામાન્ય નાગરિકોની પરેશાનીને જોતાં બંને સેનાઓ વચ્ચે સંઘર્ષ વિરામ કડકાઈથી લાગુ કરવા સહમતિ બની હતી.

૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬નાં રોજ થયેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ આ પહેલો મોકો હતો જ્યારે બંને દેશની સેના સંઘર્ષ વિરામનાં પાલન કરવા અંગે સહમત થયા હતા.ચમલિયાલના વાર્ષિક ઉર્સ પહેલાં પાકિસ્તાને ફરી એક વખત સિઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે.

You might also like