પુલવામામાં સામસામા ગોળીબારમાં બે આતંકી ઠાર

શ્રીનગરઃજમ્મુકાશ્મીરના પુલવામા જિલ્લાના નૈના બાતાપોરા ગામમાં આજે સવારે સુરક્ષાદળો અને ત્રાસવાદીઓ વચ્ચે ફરી અથડામણ થઈ હતી જેમાં બે આતંકી ઠાર મરાયા હતા. આ અથડામણ મંગળવારે શરૂ થઈ હતી, પરંતુ રાત્રે ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું હતું અને આજે સવારે ફરીથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ. સુરક્ષા એજન્સીઓને એવી બાતમી મળી હતી કે આ ગામમાં બે આતંકવાદીઓ છુપાયા છે, પરંતુ નવી બાતમી એવી હતી કે આ ગામના એક ઘરમાં લશ્કર એતોઈબાના ત્રણ આતંકીઓ છુપાયેલા છે. આ બાતમીના આધારે સુરક્ષાદળોએ ગામમાં ઓપરેશનચાલુ કરી દીધું હતું. આ ઓપરેશનમાં સુરક્ષાદળો અને ત્રાસવાદીઓ વચ્ચે મંગળવારે સામસામા ગોળીબાર અને અથડામણ શરૂ થઈ ગઈ હતી.

You might also like