કરાચી પોર્ટથી બે શંકાસ્પદ બોટ ભારત તરફ રવાના, કોસ્ટ ગાર્ડ અને નેવી એલર્ટ

નવી દિલ્હી: પીઓકેમાં ભારતીય સેના તરફથી સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાની નજીક આવેલા ગામડાઓને ખસેડી દેવામાં આવ્યા છે આ ઉપરાંત નાની મોટી ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. મલ્ટી એજન્સી સેન્ટરએ એલર્ટ જાહેર કરતાં કહ્યું કે પાકિસ્તાનના કરાચીથી રવાના થયેલી બે બોટો ગુજરાત અથવા મહારાષ્ટ્ર તરફ વધી રહી છે.

એટલું જ નહીં, ઇન્ટેલિજેન્સે આ બોટની લંબાઇ અને પહોળાઇ પણ કહી દીધી છે. મળતી સૂચના પ્રમાણે એમાંથી એક બોટ ટેકનિકલ ખામીને કારણે હાલમાં પાકિસ્તાનની સરહદમાં જ છે જ્યારે બીજી તેની આસપાસ છે.

ખાનગી એજન્સીઓએ મુંબઇમાં થયેલા 26/11 હુમલા પર બીજો આતંકી હુમલો થાય તેવી આશંકા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે 2008માં પાકિસ્તાનથી બોટ દ્વારા મુંબઇ પહોંચેલા કેટલાક આતંકવાદીઓએ તાજ મહેલ પેલેસ હોટલ
સહિત કેટલીક જગ્યાએ એક સાથે બ્લાસ્ટ કર્યા હતાં, જેમાં આશરે 160 લોકો મૃત્યુ પામ્યા હતાં.

રવિવારે પણ ગુજરાતમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે કોસ્ટ ગાર્ડે એક પાકિસ્તાની બોટને પકડી હતી. બોટ ભારતીના દરિયામાંથી મળી હતી અને તેમાં 9 લોકો સવારી કરી રહ્યા હતા, જેમની ધરપકડ કરવામાં
આવી હતી. બોટમાં પકડાયેલા દરેક લોકો પોતાને માછીમાર કહેતા હતા પરંતુ ભારતીય કોસ્ટ ગાર્ડ કોઇ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી. આ દરેક લોકોને પોરબંદર લાવવામાં આવ્યા છે.

You might also like