તુર્કીમાં 2 અજાણ્યા વ્યક્તિઓએ પોતાને ઉડાવ્યા

અંકારા: આત્મઘાતી હુમલાખોરોએ તુર્કીની રાજધાની અંકારામાં પોલીસે અભિયાન દરમિયાન પોતાની જાતને ઉડાવી લીધા છે. અધિકારીઓએ એ અજાણ્યા હુમલાખોરોને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું.

બે અજાણ્યા વ્યક્તિઓએ જે કાર બોમ્બને તૈયાર કર્યો હતો, તેને જ ઉડાવી દીધી, તેમાં બે અજાણ્યા વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું. શનિવારે સવારે શહેરની બહારના ભાગમાં થયેલા આ વિસ્ફોટમાં અત્યાર સુદી કોઇ પ્રકારનું નુકસાન થયું નથી. અંકારાના ગવર્નર ઇરકાન તોપેકાએ સંવાદદાતાઓને વાત કરતાં કહ્યું હતું કે એ વ્યક્તિઓનો સંબંધ કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી સાથે હોઇ શકે છે.

ગવર્નરના પ્રમાણે વિસ્ફોટની જે રીતે યોજના બનાવવામાં આવી હતી, તે કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી તરફ ઇશારો કરે છે. તુર્કીના કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીને આતંકવાદી સંગઠન જાહેર કરી રાખ્યો છે. આ ક્ષેત્રમાં 2 વર્ષના સંઘર્ષ વિરામ પછી ફરીથી હિંસા શરૂ થઇ ગઇ છે. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે, પોલીસે જણાવ્યું કે અજાણ્યા વ્યક્તિમાં એક મહિલા અને એક પુરુષોનો સમાવેશ થાય છે, જ્યારે ત્રીજા વ્યક્તિની શોધખોળ ચાલુ છે.

You might also like