પાક. સિઝફાયર ઉલ્લંઘ: શહીદ જવાનોનાં દેહ ક્ષત વિક્ષત કર્યા

શ્રીનગર : સીમા પર પાકિસ્તાન સેના દ્વારા એકવાર ફરીથી ભારતીય શહીદો સાથે હિણુ કૃત્ય કરવાની ઘટના સામે આવી છે. પાકિસ્તાને સોમવારે ન માત્ર સીઝપાયરનું ઉલ્લંઘન કર્યું પરંતુ ફાયરિંગમાં શહીદ બે ભારતીય જવાનોનાં અંગ કાપી નાખ્યા હતા. ભારતીય સેનાનાં ઉત્તરી કમાંડ દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું કે પાકિસ્તાન સેનાએ ઉકસાવ્યા માટે આ કાર્યવાહી કરી છે.

નિવેદમાં કહેવામાં આવ્યું છેકે પાકિસ્તાની સેનાએ કૃષ્ણ ખીણ વિસ્તારમાં ભાસતીય પોસ્ટોની તરફ મોર્ટારા સાથે ફાયરિંગ કરી. પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમે આ દરમિયાન બે ભારતીય જવાનોનાં શબોને ક્ષત વિક્ષત કરી દીધું. નિવેદનમાં કહેવાયું કે પાકિસ્તાન સેના આ ધૃણિત કાર્યવાહીનો મુંહતોડ જવાબ આપવામાં આવશે. શહીદ થયા બાદ એક જવાન બીએસએફનું, જ્યારે બીજુ આર્મીનું છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ રવિવારે જ નિયંત્રણ રેખાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કહ્યું કે તેમનો દેશ કાશ્મીરીઓનાં આત્મનિર્ણયનાં અધિકાર માટે કરવામાં આવતા રાજનીતિક સંધર્ષને સમર્થન આપતું રહેશે. બાજવાની મુલાકાતનાં આગલા જ દિવસે સીમા પર પાકિસ્તાની સેનાનાં સીઝફાયરનું ઉલ્લંઘ કર્યું છે.

બીજી તરફ ગૃહરાજનાથસિંહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય મીટિંગ થઇ. જમ્મુ અને કાશ્મીરનાં સુરક્ષા પરિસ્થિતી અને છત્તીસગઢનાં સુકમામાં થયેલ હૂમલા મુદ્દે આ મહત્વની બેઠકમાં ગૃહસચિવ, સીઆરપીએફ, ડીજી, આઇબીચીફ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ભાગ લીધો હતો.

You might also like