તારાપુર-વટામણ હાઇવે પર બે ટ્રક વચ્ચે કાર સેન્ડ‌િવચ થઈ ગઈ બે યુવાનનાં મોત

અમદાવાદ: તારાપુર-વટામણ હાઇવે પર ત્રણ રસ્તા નજીક આવેલા વરસડા ગામના પા‌િટયા નજીક મોડી રાત્રે થયેેલા ગમખ્વાર અકસ્માતમાં બે ટ્રક વચ્ચે એક કાર દબાઇ જતાં સેન્ડ‌િવચ થઇ ગઇ હતી. આ અકસ્માતમાં બે યુવાનનાં ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં. જ્યારે એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

તારાપુર-વટામણ હાઇવે પર વરસડા ગામના પા‌િટયા પાસે ત્રણ રસ્તા નજીકથી પસાર થઇ રહેલી કાર બે ટ્રક વચ્ચે આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો. આગળ જઇ રહેલી ટ્રકે અચાનક બ્રેક મારતાં કાર ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રક કાર પર ચડી જતાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.

આ અકસ્માતમાં બે યુવાનના મોત થયા હતા. જયારે એક મહિલાને ઇજા થઇ હતી. મરનારનાં નામ-સરનામાં જાણવા મળ્યાં નથી.  આ ઉપરાંત આણંદ-વાસદ હાઇવે પર પેટ્રોલ પંપ નજીક એક કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં આવી જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં કારચાલક અને ફૂટપાથ પર બેઠેલા એક ભિક્ષુકનું મોત થયું હતું.

You might also like