જૂની નોટોના બદલામાં નવી નોટો બદલી આપતા RBIના બે કર્મચારીની ધરપકડ

નવી દિલ્હી: જૂની નોટોને નવી નોટોમાં બદલવાના આરોપમાં સીબીઆઈએ શનિવારે ભારતીય રિઝર્વ બેંકના બે અધિકારીઓની ધરપકડ કરી છે. અગાઉ બુધવારે પણ સીબીઆઈ આરબીઆઈના એક અધિકારીની ધરપકડ કરી ચૂકી છે. શનિવારે ધરપકડ કરવામાં આવેલા બે અધિકારીઓ પર આરબીઆઈના ચેસ્ટથી 1.99 કરોડ રૂપિયાની જૂની નોટોને નવી નોટોમાં બદલવાનો આરોપ છે. આ રેકેટમાં આરબીઆઈના અમુક વરિષ્ઠ અધિકારીઓ હોવાની આશંકા છે. જ્યારે મુંબઈમાં સીબીઆઈએ રેલ્વેના અધિકારીઓને પણ જૂની બંધ નોટોને નવી નોટોમાં બદલવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બેંગ્લૂરુમાં તૈનાત સીનિયર સ્પેશિયલ આસિસ્ટેંટ સદાનંદ નાઈક અને સ્પેશિયલ આરસિસ્ટેંટ એકે કવિન છે અને તે સ્પેશિયલ આસિસ્ટેંટ છે. બન્ને જ આરબીઆઈના કેશલ ડિપાર્ટમેંટમાં છે. આ બન્ને અધિકારીઓ પર કમીશન લઈને જૂની નોટોને નવી નોટોમાં બદલવાનો આરોપ છે. ધરપકડ પછી સીબીઆઈએ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા અને જ્યાં તેમને ચાર દિવસના સીબીઆઈ હિરાસતમાં મોકલ્યા હતા. સીબીઆઈ તેમના પાસેથી એ જાણવાની કોશિશ કરી રહી છે કે કેવી રીતે તે આરબીઆઈના ચેસ્ટથી જૂની નોટોને નવી નોટમા બદલી રહ્યા હતા અને ત્યારબાદ જૂનો નોટોને કોના નામે આરબીઆઈમાં જમા કરાવી રહ્યા હતા.

તમને જણાવી દઈએ, પ્રધાનમંત્રીએ ૫૦૦ અને ૧,૦૦૦ ની જૂની નોટ બંધ કરવાની જાહેરાત ૮ નવેમ્બરે કરી હતી. નોટબંધી બાદ જાહેરાત સાથે લોકોને પોતાની જૂની નોટ બેંકો સાથે બદલવા અને જમા કરાવવા માટે આપવામાં આવી હતી. બેંકનાં ખાતામાં જૂની નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ ૩૦ ડિસેમ્બર છે. ત્યાર બાદ ૩૧ માર્ચ સુધી આરબીઆઈની કેટલીક વિશેષ બ્રાંચમાં જૂની નોટ જમા કરવી શકાય છે. ત્યાર બાદ ઇન્કમ ટેક્સ વિભાગની ટીમો સતત રેડ પાડી રહી છે. રેડ દરમિયાન કરોડોની સંખ્યામાં કેશ મળી રહી છે.

You might also like