જમ્મુમાં બે વિમાનો હવામાં ટકરાતા સહેજમાં બચી ગયા

જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં બે વિમાનો ટકરાતા સહેજમાં બચી ગયા હોવાના ચોંકાવનારા અહેવાલ મળ્યા છે. આ બનાવના મામલે હવે ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. જમ્મુમાં હવામાં બે વિમાનો ટકરાતા સહેજમાં રહી જતા સેંકડો યાત્રીઓનો સહેજમાં બચાવ થઇ ગયો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ એર ઇન્ડિયાનુ એરબસ એ-૩૨૦ વિમાન જમ્મુમાં ઉતરાણ કરવાની તૈયારીમાં હતુ. જ્યારે ઇન્ડિગોનુ એ-૩૨૦ વિમાન ઉંડાણ ભરવાની તૈયારીમાં હતુ.

એ જ વખતે બન્ને વિમાનો લઘુતમ અંતર રહેવાની ૧૦૦૦ ફૂટની સપાટીને કુદાવી ચુક્યા હતા. બન્ને વિમાન ૪૦૦ ફુટના અંતરે જ રહી ગયા હતા. ટ્રાફિક કોલિસન એવોઇડન્સ સિસ્ટમ દ્વારા બન્ને વિમાનના કોકપીટમાં ચેતવણી આપી દેવામાં આવી હતી. જેમાં સંકેત હતો કે અન્ય વિમાન ખતરનાકરીતે નજીક છે. એર ઇન્ડિયાના અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે અન્ય વિંમાન અમારા વિમાનની ૪૦૦ ફૂટની અંદર આવી ગયુ હતુ. અમારા પાઇલોટને એલર્ટ સંદેશો મળી ગયો હતો.

ત્યારબાદ પાઇલોટે તરત જ અકસ્માતને ટાળવા માટે પ્રયાસ કર્યા હતા. બીજી બાજુ ઇન્ડિગોના પ્રવકતાએ કહ્યુ હતુ કે હવામાં જ તેને ચેતવણી મળી ગઇ હતી. પ્રથમ લેવલની ચેતવણી મળી ગઇ હતી. આવી ચેતવણી વેળા પાઇલોટ સાવધાન થઇ જાય છે અને સાવચેતીના પગલાં લેવામાં આવે છે. પ્રવકતાએ કહ્યુ હતુ કે ઇન્ડિગોની ફ્લાઇટમાં અતિ આધુનિક સિગ્નલો સિસ્ટમ ગોઠવાયેલી હોય છે. ઇન્ડિગોમાં સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

યાત્રીઓની સુરક્ષા સાથે કોઇ બાંધછોડ કરવામાં આવતી નથી. બનાવને લઇને તપાસ હાથ ધરવામાં આવી હતી. ગઇકાલે જ બે વિમાની ઘટના બની હતી. જે પૈકી પ્રથમ દિલ્હીમાં વિમાન તૂટી પડતા ૧૦ના મોત થયા હતા. જ્યારે કોલકત્તામાં એરબસ વિમાનીમથકે વિમાન સાથે ટકરાઇ હતી.

You might also like