અંગત કારણોસર બે યુવાનોએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અમદાવાદ: ચાંદલોડિયા અને નવા નરોડા વિસ્તારમાં રહેતા બે યુવાનોએ અંગત કારણોસર ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી લેતાં પોલીસે તપાસ હાથ ધરી છે.  અા અંગેની વિગત એવી છે કે ચાંદલોડિયામાં વાઘેશ્વરી બસસ્ટોપ પાસે અાવેલી બાબુનગર સોસાયટીમાં રહેતા મેહુલ મહેન્દ્રભાઈ ગજ્જર નામના ૩૧ વર્ષના યુવાને અંગત કારણસર બપોરના દોઢ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. અા ઉપરાંત નવા નરોડા વિસ્તારમાં મધુવન ગ્લોરીની બાજુમાં અાવેલ ધરણીધર એવન્યુ ખાતે રહેતા પવન રામવીરસિંહ ભદોરિયાએ પણ અગમ્ય કારણસર સવારના દસ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ બંને લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અાપી અા અંગે અાત્મહત્યાના ગુના દાખલ કર્યા છે.

http://sambhaavnews.com/

You might also like