કાર-આઇશર વચ્ચે ગમખ્વાર અકસ્માત બે યુવાનોનાં મોતઃ બેને ગંભીર ઇજા

અમદાવાદ: આણંદ જિલ્લાના લાંભવેલ નજીક મોડી રાત્રે ટ્રક અને આઇશર ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારચાલક સહિત બે વ્યક્તિનાં મોત થયા હતા અને બેને ગંભીર ઇજા થઇ હતી. આ અંગેની વિગત એવી છે કે, નડિયાદ તાલુકાના કણઝરી ગામે રહેતા ફતેસિંહ મોતીભાઇ વસાવા અને તેમના પત્ની કાજલબહેન કારમાં સંબંધીને ત્યાં લગ્નપ્રસંગે જવા નીકળ્યા હતા.

લગ્નપ્રસંગ પતાવી આ દંપતી પરત ફરી રહ્યા હતા ત્યારે લાંભવેલ નજીક નિલકંઠ રિસોર્ટ પાસે સામેથી પુરઝડપે આવી રહેલી આઇશર ગાડી સાથે કાર અથડાતા આ ગમખ્વાર ઘટના બની હતી.

જેમાં કારચાલક જયેશભાઇ વસાવા સહિત બે યુવાનોનાં મોત થયાં હતાં જ્યારે ફતેસિંહ અને તેના પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી આઇશરનો ડ્રાઇવર નાસી છૂટતા પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like