ચંડોળા તળાવ સાબરમતી નદીમાં નહાવા પડેલા બે યુવાન ડૂબી ગયા

અમદાવાદ: ચંડોળા તળાવ અને સાબરમતી નદીમાં નહાવા પડેલા બે યુવાનનાં ડૂબી જવાથી મોત થયાં હતાં.
અા અંગેની વિગત એવી છે કે શાહઅાલમ વિસ્તારમાં ગરીબ નવાઝ મસ્જિદ પાસે રહેતો અકરમઅલી અખ્તરઅલી નામનો ૨૪ વર્ષનો યુવાન બપોરના બે વાગ્યાના સુમારે ચંડોળા તળાવમાં નહાવા ગયો ત્યારે ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. જ્યારે સરસપુરમાં અાવેલી બાપાલાલ છગનલાલ કડિયાની ચાલીમાં રહેતા પાર્થ ચેતનભાઈ ભરવાડ નામના યુવાનનું પણ ગોબરેશ્વર મહાદેવ નજીક સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. અા ઉપરાંત રાણીપ રોડ પરથી ચાલતાં પસાર થઈ રહેલી પુરીબહેન પટેલ નામની મહિલાનું એક્ટિવાની અડફેટે અાવી જવાથી ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે.
http://sambhaavnews.com/

You might also like