બે નવા મિત્રો કરતાં એક જૂનો સારો

ભારતને એનએસજી (ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ)માં સ્થાન ન મળ્યું પણ આ બાબતે રશિયાએ ભારતને પૂરતો સાથ-સહકાર આપ્યો હતો. થોડા સમય અગાઉ યોજાયેલા ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમ સેન્ટ પિટસબર્ગ, રશિયામાં દુનિયાભરના મીડિયાકર્મીઓ રશિયન ફેડરેશનના પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિનને મળ્યા હતા. જેમાં ભારતના પત્રકારો પણ હતા.

પુતિનને ત્રણ સવાલ કરવામાં આવ્યા હતા કે શું તમે ચીનને કહેશો કે ભારતને એનએસજીમાં સમર્થન કરે? વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના છેલ્લા પ્રવાસની રશિયાના સંબંધો પર અસર પડશે? તમે ક્યારેય યોગા કર્યા છે?

દરેક સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ચીન સાથે સંપર્કમાં છું અને તેમની પાસે કોઈ સ્ટ્રોંગ પોઈન્ટ હશે પણ હું આશા રાખું છું કે પરિણામ સારું જ આવશે. અમેરિકા સાથેનો ભારતનો વ્યવહાર નેચરલ પ્રોસેસ છે પણ ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ગાઢ બને તે જરૃરી છે. આ એ જ અમેરિકા છે જેમણે મોદીને વિઝા નહોતા આપ્યા અને હવે સત્તામાં આવતા બધા પ્રતિબંધો દૂર કરી નાખ્યા.

છેલ્લા ઘણા સમયથી ભારત અને રશિયાના આર્થિક અને અન્ય વ્યવહારોમાં ઓછપ આવી છે પણ બંને વચ્ચે કો-ઓપરેશન જરૃરી છે. રશિયા હંમેશાં ભારતનો વિશ્વાસુ મિત્ર રહ્યું છે. પુતિનનો કહેવાનો અર્થ એવો પણ હતો કે બે નવા મિત્રો કરતાં એક જૂનો સારો. સાંભળો છો, મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર!

You might also like