મહારાષ્ટ્રમાં NCPના 2 કાર્યકર્તાઓની ધોળાદિવસે ગોળી મારીને કરાઇ હત્યા

મહારાષ્ટ્રના અહમદનગરમાં શનિવારે NCPના 2 કાર્યકર્તાઓની ધોળાદિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શનિવારે સાંજે લગભગ 6.45 વાગે 3 બાઇકસવાર હુમલાખોરોએ NCPના યુવા એકમના જિલ્લા મહાસચિવ 29 વર્ષીય યોગેશ રાલેભટ અને એક અન્ય પાર્ટી કાર્યકર્તા રાકેશ રાલેટભટ પર ફાયરિંગ કર્યું.

પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અનુસાર, NCPના નેતા જામનેરમાં સ્થિત પોતાના દુકાનની બહાર બેઠા ત્યારે હુમલાખોરો ત્યાં પહોંચ્યા અને દેસી પિસ્તોલથી ફાયરિંગ કર્યું. પોલીસે જણાવ્યું કે બંને નેતાઓને કુલ 8 ગોળીઓ મારી દેવામાં આવી.

ઘાયલ અવસ્થામાં બંને નેતાઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમની મૃત્યુ થઇ ગઇ. તમને જણાવી દઇએ કે, અહમદનગરમાં એક મહિનાની અંદર રાજનીતિક હિંસાની આ બીજી ઘટના છે.

આ જ મહિનાની શરૂઆતમાં અહમદનગરમાં શિવસેનાના 2 નેતાઓની પણ ધોળાદિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. 7 એપ્રિલની સાંજે કેડગાંવના જિલ્લા ઉપાધ્યક્ષ સંજય કેટકર અને શિવસેનાના એક અન્ય નેતા વસંત થુબેની કેટલાક લોકોએ નજીકથી ગોળી મારીને હત્યા કરી દીધી. બંને નેતાઓને ગોળી માર્યા પછી પણ હુમલાખોરો એ ઘારદાર હથિયારથી વાર કર્યા હતા અને બંને નેતાઓની ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગઇ હતી.

You might also like