વેજલપુર અને ગોમતીપુરની બે સગીરાનાં અપહરણ કરી બળાત્કાર

અમદાવાદ: વેજલપુર અને ગોમતીપુરની બે સગીરાનાં અપહરણ કરી બળાત્કાર ગુજારવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે બે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે વેજલપુર વિસ્તારમાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને તેના ઘર નજીક રહેતો વિક્રમ બચુભાઇ નામનો શખ્સ લલચાવી ફોસલાવી તેમજ ધાકધમકી આપી ઉઠાવી ગયો હતો. ત્યાર બાદ તેના પર બળાત્કાર ગુજારી તેને તરછોડી દીધી હતી. બળાત્કારનો ભોગ બનેલ સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત ગોમતીપુર વિસ્તારમાંથી ૧૬ વર્ષીય સગીરા પર તેની સગી ફોઇના દીકરાએ ધાકધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આથી આ તરુણીને ગર્ભ રહી જતાં તેના ઘરના સભ્યોને આ અંગે જાણ થઇ હતી.

બળાત્કારનો ભોગ બનેલ તરુણીની માતાએ આ અંગે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ ગોમતીપુર ટ્રાન્સફર કરવામાં આવતાં પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

You might also like