બે યુવાનોનો ગળેફાંસો ખાઇ આપઘાતઃ એકે ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં આત્મહત્યાના ત્રણ બનાવો બનવા પામ્યા છે જેમાં બે યુવાનોએ ગળેફાંસો ખાઇ અને એક યુવાને ઝેરી દવા પી લઇ જીવન ટૂંકાવી નાખતાં પોલીસે આ અંગે ગુના દાખલ કર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે, વટવા વિસ્તારમાં બચુભાઇના કૂવા નજીક આવેલ ગાયત્રીનગર ખાતે રહેતા સંજય હરિશ્ચંદ્રભાઇ પટેલ નામના રર વર્ષના યુવાને રાત્રીના સુમારે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે અમરાઇવાડીમાં નરસિંહનગર ખાતે રહેતા નાનજી નાથાભાઇ પરમારે પણ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખ્યું હતું. પોલીસે બંને લાશોને પી.એમ. માટે મોકલી તપાસ હાથ ધરતાં આત્મહત્યા કરતાં સંજય અને નાનજી છેલ્લા ઘણા વખતથી બીમાર હોઇ બીમારીથી કંટાળી આ અંતિમ પગલું ભર્યાનું જાણવા મળે છે.

આ ઉપરાંત દાણીલીમડામાં અલ્લાનગર ખાતે અંસારી મદ્રેસા પાસે રહેતા અબરાર યુસુફભાઇ શેખ નામના ર૦ વર્ષના યુવાને અગમ્ય કારણોસર સાંજના સુમારે ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં વી.એસ. હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like