હિમસ્ખલનમાં શહિદ જવાનોના પાર્થિવદેહ બપોરે પહોંચશે વતન

વડોદરાઃ ગત 26 જાન્યુઆરીએ જમ્મુના ગુરેજમાં થયેલા હિમસ્ખનમાં શહિદ થયેલા ગોધરાના જવાન સુનિલ તલખસિંહ પટેલ અને ભાવનગરના શહિદ જવાન દેવાભાઇ હાજાભાઇ પરમારના મૃતદેહને હવાઇ માર્ગે વડોદરા લાવવામાં આવ્યા છે. અહીંથી રોડ માર્ગે બંનેના પાર્થિવ દેહને તેમના વતને લઇ જવામાં આવ્યાં છે. બપોર સુધીમાં તેમના મૃતદેહ વતને પહોંચશે. જ્યાં પરિવાર જનોની હાજરીમાં સંપૂર્ણ રાજકિય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ગુરેજ સેકટરમાં હિમસ્ખલન દરમિયાન 51 રાષ્ટ્રીય રાયફલ્સના જવાનો ભોગ બન્યા હતા. જેમાં પંચમહાલ-ગોધરાના ઓરવાડા ગામના જવાન સુનિલ પટેલ અને ભાવનગરના જવાન દેવાભાઇ પરમારનો સમાવેશ થયો હતો. બંને શહીદ જવાનોના નશ્વરદેહને ગત રાત્રે વિમાન દ્વારા વડોદરા એરપોર્ટ ખાતે લવાયા હતા. જ્યાં પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. ત્યારબાદ બંને શહીદ જવાનોના દેહને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે મૂકાયા હતા. આજે સવારે બંને જવાનના મૃતદેહને તેમના વતન રવાના કરાયા હતા.  બપોર સુધીમાં બંને જવાનના મૃતદેહ તેમના વતન પહોંચી જશે.

http://sambhaavnews.com/

You might also like