આત્મહત્યા માટે કુદ્યો પાંજરામાં પણ યુવાન બચી ગયો બે સિંહનાં મોત

સેન્ટીયાગો : ચિલીનાં એક વ્યક્તિએ આત્મહત્યા કરવાનો વિચિત્ર પ્રયાસ કર્યો હતો. યુવકે સિંહોનાં પાંજરમાં આત્મહત્યા માટે કુદાવ્યું હતું. યુવક પાંજરામાં કુદતાની સાથે જ સિંહોએ તેનાં પર હૂમલો કરી દીધો હતો. જો કે યુવકને તો પ્રાણીસંગ્રહાલય દ્વારા બચાવી લેવાયો હતો. પરંતુ તેને બચાવવાનાં ચક્કરમાં બે સિંહોનો ભોગ લેવાયો હતો. હાલમાં યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં તેની પરિસ્થિતી ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

સેન્ટિયાગો મેટ્રોપોલિટન ઝુનાં ડાયરેક્ટરનાં અનુસાર ઘટના શનિવારે છે. જ્યારે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ હાજર હતા. દરમિયાન 20 વર્ષનો એક શખ્સ કપડા ઉતારીને પાંજરામાં કુદી પડ્યો હતો. કુદતાની સાથે જ સિંહો દ્વારા તેનાં પર હૂમલો કરવામાં આવ્યો હતો. ઘટનાં બનતાની સાથે જ લોકોમાં ભાગદોડ થઇ ગઇ હતી.જો કે જુનાં કિપરે તુરંત જ પગલા લેતા બંન્ને સિંહોને મારી નાખ્યા હતા. ઝુ પ્રોટોકોલ અંતર્ગત આ પગલું ભરવામાં આવ્યું હતું. કારણ કે માનવ જિંદગી અમારા માટે વધારે કિંમતી છે.

આત્મહત્યા કરનાર વ્યક્તિનાં કપડામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. જો કે તેમાં તેણે ધર્મ અંગેની વાત કરી હતી. જો કે હજી સુધી યુવકની પરિસ્થિતી ખુબ જ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઝુ ગાર્ડ દ્વારા બંન્ને સિંહોનો ભોગ લેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ગીરમાં પણ સિંહો માનવભક્ષી બન્યા છે.

You might also like