કાવતરું નિષ્ફળ જતાં બોમ્બ મૂકનાર બે શખસનાં ગળાં કાપીને હત્યા કરી

કાનપુર: યુપીના કાનપુરમાં થયેલા રેલવે અકસ્માતમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો હાથ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. હવે એવો ઘટસ્ફોટ થયો છે કે કાનપુર રેલવે અકસ્માત પહેલાં બિહારમાં બોમ્બ વિસ્ફોટનું એક કાવતરું નિષ્ફળ જવાથી રોષે ભરાયેલ આતંકી આકાઓએ બોમ્બ મૂકનાર બંને આરોપીઓની હત્યા કરવા માટે આદેશ જારી કર્યા હતા.

‘ઈન્ડિયા ટુડે’ના એક્સ્લુઝિવ રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે ૧ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ બિહારના મોતીહારીમાં રેલવે ટ્રેક પર એક પાવરફૂલ બોમ્બ રાખવાની સૂચના મળી હતી. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમે ઘટના સ્થળેથી મળેલ બોમ્બ નિષ્ક્રિય બનાવીને સેંકડો લોકોના જીવ બચાવ્યા હતા. આ અંગે તપાસ દ્વારા એવું બહાર આવ્યુ છે કે બોમ્બ રાખવાની સાજિશ આઈએસઆઈના કહેવા પર શમશૂલ હુદા ઉર્ફે બોસ નામના શખસે રચી હતી.

હુડ્ડાએ પોતાના ખાસ માણસો બ્રજકિશોરગીરી અને મુઝાહિર અંસારીને આ કામ સોંપ્યું હતું. આ બંનેએ અરુણ રામ અને દીપક રામ નામના બે યુવાનોને રેલવે ટ્રેક પર બોમ્બ મૂકવાની જવાબદારી સોંપી હતી. તેના બદલામાં અરુણ અને દીપકને રૂ. ૧૨ લાખ આપવામાં આવ્યા હતા. તપાસમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે અરુણ અને દીપકે બોમ્બ રાખ્યા બાદ ડરના કારણે પોલીસને રેલવે ટ્રેક પર બોમ્બ હોવાની જાણ કરી હતી.

આતંકી હુમલાની સાજિશ નિષ્ફળ જવાથી અને અરુણ-દીપક દ્વારા પોલીસને બોમ્બ રાખ્યાની બાતમી આપવામાં આવી હોવાની જાણ શમશૂલ હુડ્ડાને તેને નેપાળમાં બેઠેલા પોતાના માણસો દ્વારા બંનેનાં માથાં વાઢીને તેમની તસવીર અને મર્ડરનો લાઈવ વીડિયો પોતાને મોકલવા ફરમાન કર્યું હતું. સ્પષ્ટ છે કે આ આદેશ પાછળ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો હાથ હતો. ત્યાર બાદ અરુણ અને દીપકને બિહારથી નેપાળ લઈ જવામાં આવ્યા હતા.

નેપાળ લઈ ગયા બાદ બ્રિજકિશોરગીરી સહિત સાત લોકોએ આ બંને અરુણ અને દીપકનાં ગળાં કાપીને હત્યા કરી નાખી હતી અને પછી બોસના આદેશ અનુસાર તેની તસવીર અને વીડિયો દુબઈ મોકલવામાં આવ્યા હતા. આ મામલાની તપાસ દરમિયાન પોલીસે શમશૂલ હુડ્ડા ઉર્ફે બોસના સાગરિતો બ્રિજકિશોરગીરી અને મુજાહિર અંસારીની એક અથડામણ બાદ ધરપકડ કરી હતી.

http://sambhaavnews.com/

You might also like