લીંબડી-રાજકોટ હાઇવે પર વોલ્વો અને ટેન્કર વચ્ચે અકસ્માત બેનાં મોત

અમદાવાદ: લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે નં.૮ પર સાયલા નજીક વખતપરના પાટિયા પાસે વોલ્વો બસ અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે વોલ્વોના ૧ર મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ અંગેની વિગત એવી છે કે નેશનલ હાઇવે નં.૮ પર સાયલા નજીક વખતપરના પાટિયા પાસેથી પુરઝડપે પસાર થઇ રહેલા ટેન્કરના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા રાજકોટ તરફથી આવી રહેલી વોલ્વો બસ સાથે ટકરાતાં આ ગમખ્વાર ઘટના બની હતી. તેમાં લક્ષ્્મણસિંહ રાઠોડ સહિત બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે ૧ર મુસાફરોને ઇજાઓ પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

You might also like