કાશ્મીરનાં બે ખેલાડીઓને અમેરિકાએ વિઝાનો ઇન્કાર કર્યો

શ્રીનગર : સ્કીઇંગના ખેલાડી કાશ્મીરના બે એથલીટ્સે આરોપ લગાવ્યો કે અમેરિકાએ પોતાની હાલની નીતિના કારણે તેમને વિઝા આપવાથી ઇન્કાર કરી દીધો. ન્યૂયોર્કનાં સારનક લેક ગામના મેયર ક્લાઇડ રેબિડ્યૂએ પોતાનાં ફેસબુક પેઝ પર લખ્યુ કે, અમેરિકાની હાલની નીતિના કારણે ભારતીય સ્નોશૂઅર્સને વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો છે.

આ કાશ્મીરથી અમારા સારા મિત્ર આબિદ ખાનની તરફથી થોડી મિનિટો પહેલા ફેસબુક મેસેજમાં જણાવાયું. કાશ્મીરનાં બે ખેલાડીઓને વિઝા આપવાની મનાઇ કરી દીધી છે. પોતાનું નામ આબિદ ખાન અને તનવીર હુસૈન છે. તે બંન્ને 24-25 ફેબ્રુઆરીએ ન્યુયોર્કમાં 2017ની વર્લ્ડ સ્નોશૂ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનાં હતા. જો કે આ અંગે હાલ અમેરિકી દૂતાવાસ અધિકારીઓએ કોઇ પ્રતિક્રિયા આપી નથી.

દુતાવાસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ખાને વિઝા નહી મળવા અંગે ફેસબુક પર ચર્ચા દરમિયાન રેબિડ્યુને જણાવ્યું. તેમણે મેયરને લખ્યું કે માફ કરશો સર વિઝા આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો. ખાને દાવો કર્યો કે તેનાં તમામ પેપર્સ ઓકે હતા.

You might also like