જૈશ-એ-મોહંમદના બે આતંકવાદીઓને 10 વર્ષની સજા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની એન્ટી ટેરિરિઝમ કોર્ટ (એટીસી)એ બે જૈશ-એ-મોહમંદના આતંકવાદીઓને 10 વર્ષની સજા સંભળાવી છે. આ સંગઠન મસૂદ અઝહરના આધીન છે. મસૂદ અઝહરને પઠાણકોટ હુમલાનો માસ્ટર માઇન્ડ ગણવામાં આવી રહ્યો છે.

કોર્ટે આ બંનેને પ્રતિબંધિત સંગઠન માટે પૈસા એકઠા કરવાના આરોપમાં આ સજા સંભળાવવામાં આવી છે. આવું પ્રથમવાર બન્યું છે કે જ્યારે પઠાણકોટ હુમલામાં ભારત દ્વારા જૈશ-એ-મોહંમદની ભૂમિકા પર સવાલ ઉદભવ્યા બાદ આ સંગઠનના કોઇપણ સભ્યને સજા આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર કશિફ સિદ્દીકી અને રાશિદ ઇકબાલ નામના આ બંને સભ્યોને ગત વર્ષે 7 ઓગસ્ટે પંજાબ એંકાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે ધરપકડ કરી હતી.

You might also like