Video: અમદાવાદઃ દિલ્લી ચકલામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, 2યુવકો ઈજાગ્રસ્ત

અમદાવાદના દિલ્લી ચકલા વિસ્તારમાં પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે. સામાન્ય બાબતમાં બે જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. જો કે આ પથ્થરમારો કયા જૂથો વચ્ચે થયો હતો અને શા માટે થયો હતો તે હજુ જાણવા મળ્યું નથી.

આ પથ્થરમારામાં બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક ધોરણે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પથ્થરમારાને પગલે દિલ્લી ચકલા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે પોલીસ આ મામલે હજુ વધુ તપાસ કરી રહી છે. ઈજાગ્રસ્ત યુવકોના નામ પણ હજુ જાણવા મળ્યા નથી. જો કે પથ્થરમારાની ઘટના ચૂંટણી સમયે થઈ હોવાથી પોલીસ માટે ચિંતાનો વિષય બની છે.

You might also like